**દર્દીના ઢોળાયેલા સેમ્પલને સાફ઼ કરવાની પ્રક્રીયા(fluid Spillage)** ગ્લોવ્ઝ પહેરીને રુ અથવા ગોઝ પીસને ઢોળાયેલા સેમ્પલ/ મટીરીયલ પર મુકો. તાજુ બનાવેલ 1% હાઇપોક્લોરાઈટનુ દ્રાવણને મુકેલા ગોઝ્પીસ ઉપર અને તેની આજુબાજુ રેડો. આ દ્રાવણને 2૦ મિનીટ સુધી રહેવા દેવુ. ગ્લોવ્ઝ પહેરીને વાપરેલા ગોઝપીસ અને રુ ને પીળા કલરની જૈવિક કચરાની થેલીમા નાખો. ફ઼રીથી હાઇપોક્લોરાઈટનુ દ્રાવણ આ વિસ્તાર પર નાખો અને તેને પોતાથી સાફ઼ કરી દેવુ.